Wankaner rain news વાંકાનેર પંથકમાં વરસાદ માટેલિયો ધરો ઓવરફ્લો
Varsad na samachar:વાંકાનેર પંથકમાં મેઘમહેર, માટેલિયો ધરો ઓવરફ્લો,મુરઝાતી મોલાતને જીવતદાન મળ્યું હતું
વાંકાનેરમાં ગત રવિવારે મોડી રાત સુધી વરસેલી મેઘકૃપાએ વરસાદીપાણી ઠાલવી દેતાં વાંકાનેર સહિત મોરબી પંથકના નદી, નાળાં અને ચેકડેમમા ભરપુર નવા નીર આવ્યા છે અને માટેલિયો ધરો પણ ઓવરફ્લો થઇ ગયો છે.
Wankaner rain news વાંકાનેર પંથકમાં વરસાદ માટેલિયો ધરો ઓવરફ્લો થયો
માટેલીયા ધરા ખાતે આઈશ્રી ખોડિયાર માતાજીનું સુપ્રસિદ્ધ મંદિર આવેલુ છે, મળતી માહિતી મુજબ માટેલ ધામ ખાતે માટેલ ઘરો ઓવરફ્લો થઈ ગયો છે.
જેથી લોકો પાણી જોવા ઉમટી પડ્યા હતા વાંકાનેર પંથકમાં આખરે મેઘસવારી આવી પહોંચી હતી. મેઘસવારીને પગલે છેલ્લા 24 કલાક ધોધમાર વરસાદ પડતાં મુરઝાતી મોલાતને જીવતદાન મળ્યું છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજા મનમૂકીને વરસતા હાલ સર્વત્ર પાણી પાણી થઈ ગયું છે.
વધુ વાંચો: મોરબીમાં ભારે વરસાદની આગાહી, SDRFની ટીમ સજ્જ
વધુ વાંચો: 24 કલાકમાં 156 તાલુકમાં નોંધાયો વરસાદ
હાલ વાંકાનેર તાલુકામા અવિરત મેઘમહેરને પગલે પ્રસિદ્ધ યાત્રાધામ માટેલના ઉપરવાસના વિસ્તારોમાં તથા માટેલ ધોધમાર વરસાદ ખાબકતા માટેલ સ્થિત માટેલિયો ધરો છલોછલ ભરાઈ જવાથી ઓવરફ્લો થતાં માટેલ વિસ્તારમાં આનંદની લાગણી પ્રસરી હતી.
જીલ્લામાં વરસાદ વરસતા નદી નાળામાં નવા નીર આવ્યા છે જેને પગલે ખોડીયાર માટેલ ધામના માટેલીયા ધરામાં પણ નવા નીર આવતા ઓવરફલો થયો હતો માટેલીયો ઘરો ઓવરફળો થતા ગ્રામજનો દ્વારા વધામણા કરવામાં આવ્યા હતા તો પાણીની સમસ્યા હલ થઇ છે