How to write a letter in Gujarati – પત્ર ગુજરાતીમાં લખો
ડીઝીટલ યુગમાં આપણે પત્રો લખવાનું ભૂલી ગયા છીએ માટે ગુગલમાં જઈને આપણે સર્ચ how to write a letter in gujarati સર્ચ કરવું પડે છે, અને ત્યારબાદ આપણને પત્ર લખવાનું શીખવા મળે છે. પણ માત્ર ટેકનોલોજીનો વાંક નથી માણસ સમયની સાથે બદલાવું તેની પ્રકૃતિ છે અને આ પણ તેનો ભાગ છે
પણ ટેકનોલોજીના સમયમાં ગુજરાતીમાં પત્ર કેમ લખવો અથવા અંગ્રેજીમાં Patra Lekhan in gujarati format કે Letter writing in gujarati to friend બસ એટલું લખતા તમારી સામે સર્ચ રીઝલ્ટમાં શીખવાના ગુજરાતી વિડીઓ અને ગુજરાતી આર્ટીકલ સામે આવી જશે. અને બસ આજ તો કમાલ છે કે તમારે ભારે ભરખમ પુસ્તકોમાં શોધવાની જરૂર નહિ પડે.
પરંતુ પત્રો દ્વારા વાતચીત કરવાની શૈલી હજુ પણ ઈમેલના રૂપમાં છે અને આ લેખમાંથી વિદ્યાર્થીઓ અને અન્ય કોઈને પત્ર લખવામાં માટે સરળતા રહે તેવી શૈલીમાં સમજાવાની કોશીસ કરીશું.
વિધાર્થીને ચોક્કસ પરીક્ષાના પેપરમાં સંપૂર્ણ માર્કસ મેળવવામાં મદદ કરવા માટે પણ આ લેખ પત્ર લખવાના પ્રકારો, પત્ર લખવાના ફોર્મેટ વધુ માર્ક્સ મેળવવા ઉપયોગી થશે.
How to write a letter (પત્ર ગુજરાતીમાં કેમ લખવો) in Gujarati
તમે પત્ર લખવાનું શરુ કરો તે પહેલાં તમે 2 મિનિટ અક્ષર લેખનનું ફોર્મેટ શીખવા માટે નીચેના કોષ્ટકનો જુઓ.
ક્રમ | પત્રનો ભાગ | અનૌપચારિક પત્ર | ઔપચારિક પત્ર |
૧ | પત્ર મોકલનારનું નામ અને સરનામું | ડાબી બાજુ ઉપર | ડાબી બાજુ ઉપર |
૨ | તારીખ | મોકલનારના સરનામાની નીચે | મોકલનારના સરનામાની નીચે |
૩ | પત્ર પ્રાપ્તકર્તાનું નામ/સરનામું, અથવા હોદ્દો, અથવા ઓફિસ | કવર પર નામ અને સરનામું | કવર પર નામ અને સરનામું |
૪ | ટૂંકા શબ્દોમાં વિષય | લખવામાં આવતું નથી | પ્રાપ્તકર્તાના સરનામા પછી |
૫ | સંબોધન | આદરણીય, પ્રિય, વગેરે. | મહોદય,સર, શ્રીમાન વગેરે. |
૬ | અભિવાદન | સાદર પ્રણામ, | લખવામાં આવતું નથી |
૭ | પત્રનો મુખ્ય ભાગ | પહેલો ભાગ…. બીજો ભાગ…. | પહેલો ભાગ…. બીજો ભાગ…. |
૮ | પત્રના મુખ્ય ભાગનો અંત | જવાબની આશા સાથે | ધન્યવાદ/આભાર |
૯ | સહી પહેલાં શબ્દકોશ | આપનો હિતેચ્છુ, આપનો દીકરો વગેરે… | ભવદીય |
૧૦ | સહી | સહીની જરૂર નથી. | સહી કરવી. |
Patra Lekhan format in Gujarati
પત્રોને મુખ્યત્વે બે ભાગમાં વહેચવામાં આવે છે –
૧) ઔપચારિક પત્રો – આવા પત્રો જે સરકારી કચેરીઓના કર્મચારીઓ, આચાર્યો, પ્રકાશકો, વેપારી સંસ્થાઓના અધિકારીઓ, દુકાનદારો વગેરેને લખવામાં આવે છે, તે ઔપચારિક પત્રોની શ્રેણીમાં આવે છે
૨) અનૌપચારિક પત્રો – નજીકના સંબંધીઓ, મિત્રો, પરિચિતો વગેરેને લખેલા પત્રોને અનૌપચારિક પત્રો કહેવામાં આવે છે. આને વ્યક્તિગત પત્રો પણ કહેવામાં આવે છે.
Patra Lekhan in Gujarati format
સારો પત્ર લખવા માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખો.
- અસરકારક લેખન: તમારો પત્ર પ્રભાવશાળી હોવો જોઈએ.
- સરળ ભાષા શૈલી: વાચક સમજી શકે તેવી સરળ ભાષાનો ઉપયોગ કરો.
- સંક્ષિપ્તતા: પત્ર હંમેશા સંક્ષિપ્ત હોવો જોઈએ અને બિનજરૂરી વિગતો ઉમેરશો નહીં.
- વર્ગીકરણ: વિષય મુજબ ક્રમમાં પત્ર લખો.
- જોડણીની શુદ્ધતા: અક્ષરો અને વિરામચિહ્નોમાં ભૂલો ન કરો.
ઔપચારિક પત્રો
ડાબા ભાગે સરનામુ અને તારીખ લખો
રમેશભાઈ યાદવ (માત્ર સમજવા માટે નામ અને સરનામું છે)
મકાન નંબર -૧૯, સત્યમ રેસીડેન્સી
અમદાવાદ – 380008
તારીખ: ૨૦ ફેબ્રુઆરી 202X
પત્ર પ્રાપ્ત કરનાર અધિકારીનું શીર્ષક (પ્રતિ)
પત્ર મેળવનાર અધિકારીનું સરનામું
પ્રતિ,
હેડ પોસ્ટમાસ્ટર
મુખ્ય પોસ્ટ ઓફિસ
અમદાવાદ.
વિષય –
અમદાવાદ
વિષય: સમય સર ટપાલ મળે તેવી વ્યવસ્થા કરવા વિનંતી.
નમસ્કાર અથવા શુભેચ્છા
આદરણીય સાહેબ,
હું અમદાવાદ શહેરનો રહેવાશી છું. અને મારું રહેણાંક સત્યમ સત્યમ રેસીડેન્સીર છે જે તમારા પોસ્ટ વિભાગની અંદરમાં આવે છે, આ વિસ્તારમાં પોસ્ટલ ડિલિવરીની વ્યવસ્થા ખૂબ જ દયનીય છે. થોડા દિવસોથી આ વિસ્તારની ટપાલ સમયસર મળતી નથી. સામાન્ય પત્રો પણ બે અઠવાડિયા પછી મળે છે અને જેમાં સરનામું સાચું અને સ્પષ્ટ લખેલું હોવા છતાં ઘણી વખત પત્રો ખોટી જગ્યાએ પડેલા જોવા મળે છે.
સમયસર ટપાલ ન મળવાને કારણે અનેક લોકોને મહત્ત્વની અને મહત્ત્વની માહિતીથી વંચિત રહેવું પડે છે. અને અમોને સમયસર પત્રોના મળવાના કારણે કેટલાક મૃત્યુના સમાચારથી વંચિત રહ્યા તો કેટલાકને નોકરીનો ઈન્ટરવ્યુ ગુમાવવાનો વારો આવ્યો છે. માટે આપ પત્રો સમય સર મળી રહે તેવી વ્યવસ્થા કરશો.
આપની પાસે અપેક્ષા સાથે
મોકલનારનું નામ
સાદર
રમેશભાઈ યાદવ

અનૌપચારિક પત્ર (ડાબા ભાગે સરનામુ અને તારીખ લખો)
મહાત્મા ગાંધી વિદ્યાલય
અમદાવાદ
તારીખ – ૧૦ ડીસેમ્બર ૨૦૨X
નમસ્કાર અથવા શુભેચ્છા
પ્રિય મોહિત,
પ્રેમ
હું અહીં ઠીક છું અને ગઈકાલે જ પિતાજી પત્ર મળ્યો હતો. તેમાં ઘરના તમામ લોકોના ઠીક છે અને સાથે સાથે તારી પરિક્ષામાં સારું પરિણામ આવ્યું તેની પણ જાણ કરી હતી.
આ તમારી મહેનતનું પરિણામ છે, મને ખાતરી છે કે તું ભવિષ્યમાં પણ આવી જ રીતે સફળતા પ્રાપ્ત કરતો રહેશે. સફળતા હંમેશા તારા સાથે રહે એવી મારી ભગવાનને પ્રાર્થના છે. પત્રની સાથે-સાથે હું તને તમારા પ્રિય લેખક ‘જવેરચંદ મેધાણી’ ના પુસ્તકો તારા પરિણામની ભેટ તરીકે મોકલી રહ્યો છું.
પત્રનો મુખ્ય વિષય (ત્રણ ફકરામાં)
મમ્મી-પપ્પાને નમસ્કાર બહેનને પણ મારી યાદી આપજે.
મોકલનારનું નામ
તારો મોટા ભાઈ
અનીલ

અંતે, ઉપરોક્ત તમામ બાબતોને ધ્યાનમાં રાખીને, જો વિદ્યાર્થીઓ પત્ર લખે તો તેઓ આકર્ષક અને અસરકારક પત્ર લખી શકે છે અને સાથે સાથે તેમની પરીક્ષામાં સારા ગુણ મેળવી શકે છે.
અમોએ અહી લેખિતમાં આપને સમજાવાની કોશીસ કરી, પણ આપ વિડીઓ જોઈ પણ સામન્ય ભાષામાં સમજી શકો છો.
Video Credit – Shades Of Learning (youtube channel)
આ Shades Of Learning – youtube channel માં પત્ર લેખન વિશે સરસ માહિતી આપવામાં આવી છે.તેનો ઉપયોગ કરી પણ આપ વધુ સારો પત્ર લખી શકશો.
Tag: Janva Jevu , Rajkot News