શિક્ષકોની ઘટને પગલે જેતપુરની વિદ્યાર્થીનીઓ ભણવા માટે આત્મનિર્ભર બનવા મજૂબર
સુરેશ ભાલીયા, જેતપુર : ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત આ પ્રકારના સુત્રો નેતાઓની ભાષણ બાજીમાં સાંભળ્યા હશે. પરંતુ ગુજરાત તો ભણે જો શાળામાં શિક્ષકો હોય. કારણ કે, જેતપુરની મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલમાં મુખ્ય શિક્ષકો જ નથી.
જેતપુરની ગર્લ્સ હાઈસ્કૂલમાં મુખ્ય શિક્ષકો નહીં હોવાના કારણે લોકોમાં ચર્ચા છે કે, ગુજરાતને ભણવા માટે શિક્ષકો તો જોઈ ને, જો શિક્ષકો જ ન હોય તો કેમ ગુજરાત ભણશે કેમ આગળ વધશે ગુજરાત ! મળતી વિગતો મુજબ જેતપુરની મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓ માટે મુખ્ય વિષયના શિક્ષકો જ નથી. શાળાની 850 વિદ્યાર્થીનીઓ માટે પૂરતા શિક્ષકો જ નથી જેથી બાળકો શું અને કેવી રીતે અભ્યાસ કરશે તે તંત્ર જ કહી શકે છે.
રાજ્ય સરકાર શિક્ષણને પ્રોત્સાહન મળે એ હેતુથી પ્રવેશોત્સવની ઝાકઝોળ કરી રહી છે. ત્યારે બીજી તરફ જેતપુરની ગર્લ્સ હાઈસ્કૂલ શિક્ષણની હાલત અંગે ચાડી ખાઈ રહી છે. આ વિદ્યાર્થીનીઓને ભણાવવા માટે 24 શિક્ષકોની જગ્યા છે પણ 18 શિક્ષકો જ હાલ કાર્યરત છે. શાળામાં ધોરણ 9 થી 12 ના શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે. આમ જેતપુરની ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓ એકાઉન્ટ અને સાયન્સ જેવા વિષયમાં આત્મનિર્ભર બનવા મજબૂર બની છે.
વર્ષ 1960થી નગરપાલિકા સંચાલિત કંભાણી ગર્લ્સ હાઈસ્કૂલમાં હાલ 850 વિદ્યાર્થીનીઓના ભવિષ્ય શિક્ષકોની અક્ષતને કારણે જોખમમાં છે. જેના કારણે પ્રવાસી શિક્ષકો મુકવાની પણ માગણી અનેકવાર થઈ પરંતુ પરિણામના નામે શૂન્ય છે. ત્યારે હાલ સરકારે પ્રવેશોત્સવના મંડપની બહાર આ હાલતની પણ સમીક્ષા કરી લોકોને સત્ય જણાવવું જોઈએ તેવી લોક માગણી ઉઠી છે.
વધુ વાંચો– જેતપુરમાં પેન્સનના નામે છેતરી ગયેલી મહિલા આ રીતે ફરિયાદીએ શોધી, પોલીસે તો ફરિયાદ પણ નોંધી ન હતી