પત્રકાર મોહમ્મદ ઝુબૈરની ધરપકડ, ફેક્ટ ચેકિંગ વેબસાઈટ AltNewsના સહ-સંસ્થાપક છે ઝુબૈર
Journalist Mohammed Zubair Arrested નવી દિલ્હી : ફેક્ટ-ચેકિંગ વેબસાઇટ AltNewsના સહ-સ્થાપક પત્રકાર મોહમ્મદ ઝુબેર (AltNews Co-Founder Mohammed Zubair) ની સોમવારે દિલ્હી પોલીસે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા અને કોમીવૈમનસ્યને પ્રોત્સાહન આપવા બદલ ધરપકડ કરી હતી. AltNews ના સહ-સ્થાપક પ્રતીક સિન્હાએ કહ્યું કે, મોહમ્મદ ઝુબેરને દિલ્હી પોલીસે અન્ય કેસમાં પૂછપરછ માટે બોલાવ્યો હતો, પરંતુ ધરપકડ અન્ય કેસમાં થઈ છે. સિન્હાએ આક્ષેપ કર્યો હતો કે, નોટિસ કે જે ફરજિયાત પણે આપવી જોઈએ તે આપવામાં આવી નથી. તેમણે ટ્વિટ કરી લખ્યું છે કે, ‘વારંવાર વિનંતી કરવા છતાં, અમને FIRની નકલ આપવામાં આવી રહી નથી.’
એનડીટીવીના અહેવાલ મુજબ પોલીસે જણાવ્યું હતું કે, ઝુબેર તપાસ માટે જોડાયા હતા, પરંતુ સ્પેશિયલ સેલ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો, અને “પૂરતા પુરાવા હોવા પર” તેની ધરપકડ કરવામાં આવી હતી. ઝુબેરની હજુ પણ પૂછપરછ ચાલી રહી છે અને પોલીસ ઝુબેરની વધુ કસ્ટડી મેળવવા માટે મંગળવારે મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરશે.
AltNewsના મોહમ્મદ ઝુબૈરની ધરપકડ – Journalist Mohammed Zubair Arrested
કોંગ્રેસ દિગ્ગજ નેતા શશિ થરૂરે ઝુબેરની ધરપકડને “સત્ય પર હુમલો” ગણાવી અને તેની મુક્તિની માંગ કરી છે.
2017 માં બિન-લાભકારી સંસ્થા તરીકે સ્થપાયેલ, AltNews એ વિશ્વની અગ્રણી ફેક્ટ-ચેક સંસ્થાઓમાંની એક છે. તેના સ્થાપકો વર્ષોથી ઓનલાઇન ટ્રોલિંગ અને પોલીસ કેસનો સામનો કરી રહ્યા છે. ઝુબૈર વિરુદ્ધ સૌથી તાજેતરનો એક કેસ ઉત્તર પ્રદેશના સીતાપુર જિલ્લામાં લગભગ એક મહિના પહેલા નોંધવામાં આવ્યો હતો, જેના માટે તેની દિલ્હીમાં ધરપકડ કરવામાં આવી છે.