સ્માર્ટ સીટી એરિયામાં લાઈટહાઉસની મુલાકાત લેતા મનપા કમિશનર અમિત અરોરા
રાજકોટ : આગામી 6 જૂલાઈના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી (PM Narendra Modi)સ્માર્ટ સીટી એરિયામાં નિર્માણ પામી રહેલ લાઈટહાઉસ પ્રોજેકટની પ્રગતિની ડ્રોનથી નિરીક્ષણ (Drone Inspection) કરી સમીક્ષા કરશે. જેના અનુસંધાને આજે તા. 4 જૂલાઈના રોજ મનપા (RMC) કમિશનર અમિત અરોરાએ સ્થળ મુલાકાત કરી હતી.
લાઈટ હાઉસ પ્રોજેટક્ટ (Light House Project) હેઠળ 11 ટાવરમાં કુલ 1144 ફ્લેટનું નિર્માણ કરવામાં આવશે. હાલ આ નવનિર્મિત ટાવરના રંગરોગાન અને આખરી ઓપ આપવનું કામ ચાલુ છે.

કમિશનર દ્વારા આ પ્રોજેક્ટનું કામ ચાલુ માસના અંત સુધીમાં પૂર્ણ કરવા સૂચના આપી હતી. તદ્ઉપરાંત રૈયા રોડ સાઈડ રોડ લેવલનું ડિફરન્સ દૂર કરવા અને કમ્પાઉન્ડ વોલનું કામ ઝડપી પૂર્ણ કરવા સંબંધિત અધિકારીને સૂચના આપી હતી. તેમજ આવાસ યોજનાના પ્લોટને અલગ કરવા અને સેપરેશન વોલ (Sapretion Wall)નું કામ ઝાડપીથી પૂર્ણ કરવા સૂચના આપી હતી.
આ સ્થળ વિઝીટ દરમ્યાન મનપા કમિશનર અમિત અરોરા સાથે નાયબ મનપા કમિશનર એ.આર.સિંહ, સીટી એન્જી. એચ. યુ. ડોઢિયા, વાય. કે. ગૌસ્વામી અને કેન્દ્ર સરકારના એન્જી. અભિષેક વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
વધુ સમાચાર- વીરપુરના પીઠડિયા ટોલ નાકા પર ફેરીયા વચ્ચે મારામારીનો વિડીયો વાયરલ