મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શિંદે કરશે શપથ ગ્રહણ જૂઓ લાઈવ અપડેટ
Maharashtra Politics Live News મુંબઈ : મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે ગઈકાલે બુધવારે મોડી રાત્રે ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. બાદમાં આજે તારીખ 30 જૂનના રોજ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને બળવાખોર શિવસેનાના એકનાથ શિંદે (Maharashtra New CM Eknath Shinde) વચ્ચે મહત્વપૂર્ણ બેઠક થઈ હતી. બેઠક બાદ બંને રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીને મળવા રાજભવન પહોંચ્યા હતા.
શિવસેનાના 40 સહિતના કુલ 50 ધારાસભ્યો અમારી સાથે છે. મારા પર ભરોસો કરનાર 50 લોકના ભરોસાને સહેજ પણ નહીં તોડું. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદની શપથ લેતા પહેલા એકનાથ શિંદેનું નિવેદન.

બાદમાં જાહેરાત કરવામાં આવી હતી કે, ભાજપના ટેકા સાથે એકનાથ શિંદે સાંજે 7.30 કલાકે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરશે.
ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે એકનાથ શિંદે સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી કે એકનાથ શિંદે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન હશે. આજે સાંજે 7.30 કલાકે શપથ સમારોહ યોજાશે.

સરકાર બનાવવાનો દાવો
એકનાથ શિંદે અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીને મળ્યા અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. રાજ્યપાલે દાવો મંજૂર રાખી શપથ ગ્રહણ માટે શિંદેને નોતરૂ આપ્યું છે.
વધુ વાંચો- મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શિંદે કરશે શપથ ગ્રહણ જૂઓ લાઈવ અપડેટ