વિડીયો – શિંદે જૂથના ધારાસભ્યોને ખુશીનો પાસ નથી ટેબલ પર ચઢી નાચ્યા
Maharashtra Update Live મુંબઈ : મહારાષ્ટ્રના રાજકારણમાં શિવસેનાના એકનાથ શિંદેએ બળવો કરતા પરિવર્તન આવ્યું છે. ગઈકાલે મોડી રાત્રીના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના રાજીનામા બાદ આજે તારીખ 29 જૂનના રોજ નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત થઈ ગઈ છે. આજરોજ સાંજે 7 વાગ્યે ભાજપના સમર્થનથી એકનાથ શિંદે મુખ્યમંત્રી (Eknath Shinde New CM Maharashtra) પદના શપથ ગ્રહણ કરશે. ત્યારે બળવાખોર જૂથના ધારાસભ્યો કે જેઓ હાલ ગોવાની પાંચ સિતારા હોટલમાં રોકાયા છે ત્યાં નાચતા જોવા મળ્યા હતા. બળવાખોર જૂથના મુખ્યમંત્રી તરીકે શિંદેની જાહેરાત થતા ખુશીનો પાર ન હોય તેમ ધારાસભ્યો મન મુકીને નાચ્યા હતા.
વિડીયો – શિંદે જૂથના ધારાસભ્યોને ખુશીનો પાસ નથી ટેબલ પર ચઢી નાચ્યા Maharashtra Update Live
#WATCH | Eknath Shinde-faction MLAs, staying at a hotel in Goa, celebrate following his name being announced as the Chief Minister of Maharashtra. pic.twitter.com/uJVNa4N74g
— ANI (@ANI) June 30, 2022
આજરોજ એકનાથ શિંદે ગોવાથી મુંબઈ આવ્યા હતા. મુંબઈમાં શિંદે સાથે દેવેન્દ્ર ફડણવીસની મુલાકાત થઈ હતી. આ મુલાકાત બાદ તેઓ રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. ભગતસિંહ કોશિયારીએ તેમને નવી સરકાર રચવા માટે આમંત્રણ પાઠવ્યું હતું. દરમિયાન ભાજપના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પત્રકારો સમક્ષ એકનાથ શિંદે નવા મુખ્યમંત્રી બનશે તેમ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, શિવસેનાના ધારાસભ્યો એકનાથ શિંદેની આગેવાનીમાં બળવો કરી ગુજરાતના સુરત પહોંચી ગયા હતો. બાદમાં શરૂ થયેલા રાજકીય નાટક દરમિયાન ખાસ વિમાન મારફતે સુરતથી તમામ ધારાસભ્યોને લઈ શિંદે ગુવાહાટી પહોંચી ગયા હતા. જ્યારે ગુવાહાટીથી તેઓ ગોવા ખાતે પહોંચ્યા હતા. આજરોજ ગોવાથી શિંદે મહારાષ્ટ્ર આવ્યા અને ફડણવીસ સાથે મુલાકાત કરી સરકાર બનાવવા રાજ્યપાલને મળ્યા હતા.
વધુ સમાચાર વાંચો – જાણો કેવી રીતે અમદાવાદથી ડ્રગ્સ કેસની તપાસ અમેરિકા સુધી પહોંચી