રાજકોટ-મોરબી જિલ્લામાં લાખો રોપા વાવેતરની સામાજિક વનીકરણ વિભાગની યોજના
રાજકોટ : રાજ્યના વિકાસ સાથે પ્રાકૃતિક સંપદાઓનું પણ રક્ષણ અને જતન જરૂરી છે. કારણ કે પ્રાકૃતિક સંપદાઓ વિના મનુષ્ટ જીવનની કલ્પના પણ કરવી શક્ય નથી. આ એજ પ્રકૃતિ છે જે પળે-પળ મનુષ્યને ઉપયોગી બને અને જીવન આપે છે. ત્યારે રાજકોટને હરિયાળું બનાવવાના લક્ષ સાથે સામાજિક વનીકરણ વિભાગ, રાજકોટ દ્વારા મોટા પાયે વૃક્ષો વાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. વર્ષ 2022-23માં ચોમાસા દરમિયાન વનીકરણ વિભાગ રાજકોટ અને મોરબી જિલ્લામાં વૃક્ષના રોપાઓ વાવેતર કરશે.
રાજ્યમાં રહિયાણી ક્રાંતિ થાય તેવા આશયથી રાજકોટ Rajkot તેમજ મોરબી Morbi જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા વૃક્ષોના રોપા વાવેતર કરવા જઈ રહ્યું છે. ચાલુ ચોમાસામાં જ વિવિધ યોજાનાઓ જેવી કે, આદિવાસી યોજનાની પેટા યોજનાઓ જેવી કે પટ્ટી વાવેતર, ગ્રામવાટીકા પિયત, ગ્રામવાટીકા બિનપિયત, પર્યાવરણ પ્લાન્ટેશન, આર.ડી.એફ.એલ/એફએફ, હરિયાળુ ગ્રામ યોજના અને વૃક્ષ ખેતી યોજના હેઠળ અંદાજીત 511 હેક્ટર ક્ષેત્રફળમાં 4 લાખ 93 હજાર કરતા વધારે રોપા વાવેતર કરવાનું આયોજન છે.
તદ્ઉપરાંત એક ખાસ યોજના અંગભુત યોજના હેઠળ 117 હેક્ટર ક્ષેત્રફળમાં 1 લાખ 17 હજાર કરતા વધારે વૃક્ષના રોપાનું વાવેતર કરવામં આવશે તેવું સામાજિક વનીકરણ વિભાગની યાદીમાં જણાવાયું છે.
વધુ વાંચો– જાણો પ્રાકૃતિક અને ઑર્ગેનિક ખેતી વચ્ચેનો તફાવત તેમજ જીવામૃત કેવીરીતે બને
Tag- Morbi News Gujarati