News junagadh: જૂનાગઢ જિલ્લામાં વંદે ગુજરાત વિકાસ યાત્રા
- જિલ્લા પંચાયતના સભ્ય શ્રી સોમતભાઈ વાસણ અને તાલુકાના અધિકારીઓના હસ્તે લાભાર્થીઓને લાભોનું વિતરણ
- માંગરોળના મેખડી ગામે વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત ગ્રામજનો સાથે વિકાસલક્ષી સંવાદ
News Junagadh : તા.૧૨ જૂનાગઢ જિલ્લામાં વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત ગ્રામજનોને સરકારની કલ્યાણકારી યોજનાઓ ની માહિતી આપી તેઓને લાભોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
માંગરોળ તાલુકાના મેખડી ગામે આજે તારીખ ૧૨મી જુલાઈ ના રોજ વંદે ગુજરાત વિકાસ યાત્રાનું બાળાઓએ સ્વાગત કર્યું હતું.
વિકાસ રથ અંતર્ગત ગામમાં યોજાયેલા કાર્યક્રમમાં ગ્રામજનોને પદાધિકારીઓએ વિકાસલક્ષી સંવાદ કર્યો હતો. ગામમાં એક પણ લાભાર્થી લાભોથી વંચિત ન રહી જાય તે માટે આવાસ, પાણી, અનાજ વિતરણ, કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની વ્યક્તિગત સહાય અંગેની યોજનાઓ ખેડૂતલક્ષી યોજનાઓ તેમજ આંગણવાડી અને આરોગ્ય લક્ષી યોજનાઓ ની માહિતી અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્ય શ્રી સોમતભાઈ વાસણ, મામલતદાર શ્રી પરમાર તાલુકા વિકાસ અધિકારી શ્રી જોશી, વિસ્તરણ અધિકારી શ્રી વાઢેર, ગામના આગેવાનો તેમજ ક્લસ્ટર વાઈઝ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Junaghdh News જૂનાગઢના વિજાપુર ગામે વંદે ગુજરાત વિકાસયાત્રાનું ભવ્ય સ્વાગત…
- જૂનાગઢ જિલ્લામાં વરસાદની હેલી જામી : વંદે ગુજરાત વિકાસ યાત્રાને આવકારવાનો ઉત્સાહ
- વિકાસના કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્તની સાથે જન કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ
junagadh news today તા.૧૧ જૂનાગઢ જિલ્લામાં વરસાદની હેલી જામી છે પરંતુ સાથે સાથે વંદે ગુજરાત વિકાસ યાત્રાને આવકારવાનો લોકોમાં ઉત્સાહછે.
આજે જુનાગઢ તાલુકાના વિજાપુર ગામે વરસતા વરસાદ વચ્ચે વંદે ગુજરાત વિકાસ યાત્રાનું ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે વિજાપુર પ્રાથમિક શાળામાં પેવર બ્લોકના કામનું લોકાર્પણની સાથે સોડવદર ગામની આંગણવાડીનું પણ અહીંથી જ ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સગર્ભા-ધાત્રીમાતાઓને પોષણક્ષમ આહારની કીટનું વિતરણ કરવાની સાથે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાઓના લાભાર્થીઓને પ્રતિકાત્મક રીતે આયુષ્માન કાર્ડનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કિરીટ પટેલે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કોરોના મહામારી સામે લડવા માટે વેક્સિનેશનનું પૂરજોશમાં ભગીરથ કાર્ય કરવામાં આવ્યું હતું. જિલ્લાના અંતરિયાળ વિસ્તાર ગીરના નેસોમાં પણ રસીકરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ભારતે દુનિયાના અન્ય દેશોને પણ રસી પૂરી પાડી વિશ્વ કલ્યાણ ની ભાવનાને સુદ્રઢ કરી છે. આ સાથે તેમણે આરોગ્ય કર્મીઓની સેવા ભાવનાઓને પણ બિરદાવી હતી.
શ્રી પટેલે પ્રધાનમંત્રી ઉજ્વલા યોજનાના માધ્યમથી બહેનોને ગેસના ચૂલા અને બોટલ ઉપલબ્ધ કરાવી બહેનોના આરોગ્યના રક્ષણની સાથે તેમની ઘણી મુશ્કેલીઓ દૂર કરી છે અંતમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શન હેઠળ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની રાહબરી હેઠળ ગુજરાત વિકાસના નવા આયામો સર કરી રહ્યું છે તેમ જણાવ્યું હતું.
આ પ્રસંગે વિજાપુર ગામના સરપંચ શ્રી પરેશભાઈ મોરવાડિયાએ ગામને મળેલ માતબર અનુદાનથી વિકાસ કાર્યો થયા હોવાનું જણાવ્યું હતું.
આ પ્રસંગે નિરામય ગુજરાત હેઠળ આરોગ્ય કેમ્પ, પોષણક્ષમ વાનગીઓનું પ્રદર્શન અને સામાજિક વનીકરણ વિભાગ દ્વારા વિનામૂલ્ય રોપાવાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી હરિભાઈ પરમાર, જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી દિનેશભાઈ મૈતર, પ્રાંત અધિકારી સુશ્રી ભૂમિ કેશવાલા, મામલતદાર સુશ્રી તન્વી ત્રિવેદી, તાલુકા વિકાસ અધિકારી શ્રી જયદીપ પટેલ, અગ્રણી શ્રી ગોવિંદ પટેલ, તલાટી કમ મંત્રી ખુશ્બુબેન પરમાર સહિતના પદાધિકારીઓ- અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Junagadh Mangrol News: માંગરોળના આરેણા ગામે વંદે ગુજરાત વિકાસ યાત્રાનું સ્વાગત
- વરસાદી વાતાવરણના આનંદ વચ્ચે મોટી સંખ્યામાં ગ્રામજનોએ ગુજરાતની ૨૦ વર્ષની ગૌરવવંતી વિકાસ ગાથા ફિલ્મના માધ્યમથી નિહાળી
Junagadh news update: તા.૧૧ માંગરોળ તાલુકાના આરેણા ગામે વંદે ગુજરાત વિકાસ યાત્રા નું સ્વાગત કરવામાં આવ્યું હતું.
વરસાદી વાતાવરણના આનંદ વચ્ચે મોટી સંખ્યામાં ગ્રામજનો વિકાસ રથને આવકારવા પહોંચ્યા હતા.આ પ્રસંગે ગ્રામજનોએ ગુજરાતના ૨૦વર્ષના વિકાસ અને સરકારની કલ્યાણકારી યોજનાઓની માહિતીની ગાથા દર્શાવતી ફિલ્મ નિહાળી હતી. લાભાર્થીઓને વિવિધ લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
શીલ આરોગ્ય કેન્દ્ર દ્વારા નિરામય ગુજરાત અંતર્ગત ગ્રામજનોના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી.
માંગરોળ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી મૂળીબેન, તાલુકા અગ્રણી શ્રી જેઠાભાઇ ચુડાસમા, કારોબારી અધ્યક્ષશ્રી તેમજ મામલતદાર શ્રી પરમાર, વિસ્તરણ અધિકારી શ્રી વાઢેર, નોડલ અધિકારી સહિતના અગ્રણીઓ તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Junagadh Bilkha News: વંદે ગુજરાત વિકાસ યાત્રા રથને આવકારતા બિલખાવાસીઓ
- બીલખા ગામે હાઇસ્કુલની બાળાઓએ કુમકુમ તિલક કરી વંદે ગુજરાત વિકાસ યાત્રાનું સ્વાગત કર્યું
- હાઈ સ્કૂલમાં પીવાના પાણી માટે આર.ઓ.પ્લાન્ટ તથા વિવિધ આંગણવાડીમાં આર.ઓ.પ્લાન્ટ માટે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું
જૂનાગઢ તા.૧૧ વંદે ગુજરાત વિકાસ યાત્રા જૂનાગઢ તાલુકાના બીલખા ગામે પહોંચતા ગ્રામજનોએ ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું. સાથે જ હાઇસ્કુલની બાળાઓએ પણ કુમ-કુમ તિલક કરી વંદે ગુજરાત વિકાસ યાત્રાના વધામણા કર્યા હતા.
આ પ્રસંગે આ બીલખાની હાઈસ્કૂલમાં પીવાના પાણી માટે રૂપિયા ૨ લાખના ખર્ચે આર.ઓ.પ્લાન્ટનું લોકાર્પણ તથા બીલખાની વિવિધ આંગણવાડીઓમાં રૂપિયા ૫ લાખના ખર્ચે આર.ઓ.પ્લાન્ટ માટે ખાતમહૂર્ત કરવામાં આવ્યું હતું. આ સાથે ગુજરાતના બે દાયકાની વિકાસ ગાથા રજૂ કરતી ફિલ્મને પણ મહાનુભાવો અને ગ્રામજનોએ નિહાળી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી અનકભાઈ ભોજકએ જણાવ્યું કે, ગુજરાત સરકાર જરૂરિયાત મંદ લોકોને સુવિધા મળી રહે તે માટે કામગીરી કરી રહી છે અને ગરીબ પરિવારો વિવિધ યોજનાથી વંચિત ન રહી જાય તેવી તકેદારી રાખી વિકાસનો રથ આગળ વધારી રહી છે. આ તકે પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા હાઈસ્કૂલના પટ્ટાગણમાં વૃક્ષારોપણ કરી રોપાઓનો વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યો હતું.
આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ સહિતના પદાધિકારી-અધિકારી અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
Junagadh Local News: જૂનાગઢ તાલુકાના નવાગામ ખાતે વંદે ગુજરાત વિકાસ યાત્રા કાર્યક્રમ યોજાયો
Junagadh news gujarati તા.૧૧ જૂનાગઢ તાલુકાના નવાગામ ખાતે વંદે ગુજરાત વિકાસ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિકાસના નવા કામોનું લોકાર્પણ ખાતમૂર્હત તેમજ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ લાભ મહાનુભવોના હસ્તે કરાયા હતા.
વંદે ગુજરાત વિકાસ યાત્રા કાર્યક્રમ હેઠળ રથનું આગમન થતા ગ્રામજનોએ હર્ષભેર સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ગ્રામજનો એ સરકારશ્રીની વિકાસની ૨૦ વર્ષની ગાથા રજુ કરતી ટૂંકી ફિલ્મ નિહાળી હતી. તેમજ મહાનુભવોના હસ્તે સરકાર શ્રી ની વિવિધ યોજનાના લાભોનું વિતરણ સ્થળ પર જ કરવામાં આવ્યું હતું.
પેવીંગ બ્લોક રોડ કામનું લોકાર્પણ, નવાગામ ખાતે ગ્રામ સમાજ વાડીમાં પેવર બ્લોકનું કામ, તેમજ નવાગામ ગામે પ્રાથમિક શાળા થી મેઇન રોડ તરફ પેવર બ્લોકના કામની જાહેરાત કરાઈ હતી. આ ઉપરાંત વન વિભાગ દ્વારા ગ્રામજનોને રોપા વિતરણ, હેલ્થ વિભાગ દ્વારા કોવીડ રસીકરણ, આયુષ્માન કાર્ડ જનરલ ચેકઅપ, આઈસીડીએસ વિભાગ દ્વારા વાનગી સ્પર્ધા, સ્ટોલ નિદર્શન યોજાયું હતું. આ પ્રસંગે પદાઅધિકારીઓ, અધિકારીઓ, અગ્રણીઓ, સરપંચ શ્રી તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
Read More news in Gujarati: Dharm bhakti, Gujarati ma janva jevu, Rajkot News Today