સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્વામી વિવેકાનંદનું સ્ટેચ્યુ ધરાશાયી: રાજકોટ
Rajkot City News રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવિધ બાબતે અખબારના સમાચારોમાં સ્થાન મેળવતી રહે છે. અણઘડ વહીવટ હોય કે કથિત કૌભાંડોના આક્ષેપ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી લગભગ દરેક મુદ્દે છાપે ચઢી ચુકી છે. ત્યારે હવે સમાચારમાં સ્થાન મેળવવાનું કારણ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પટાંગણમાં રહેલી સ્વામી વિવેકાનંદનું સ્ટેચ્યુનું પડી જવું.
રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ (Saurashtra University Campus)ના પટાંગણમાં મજબૂત વ્યક્તિત્વ અને દેશનું ગૌરવ સ્વામી વિવેકાનંદનું સ્ટેચ્યુ છે (હાલ ધરાશાયી). આ સ્ટેચ્યુ આજે તારીખ 30 જૂનના રોજ ધરાશાયી થયું છે. ભારે પવન ફૂંકાવાના કારણે સ્ટેચ્યુ ધરાશાયી થયું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાય રહ્યું છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્વામી વિવેકાનંદનું સ્ટેચ્યુ ધરાશાયી: રાજકોટ – Rajkot City News

પરંતુ ખરેખર જો તપાસ કરવામાં આવે તો ખુલી શકે તેમ છે કે સ્ટેચ્યુના રખરખાવમાં બેદરકારી દાખવવામાં આવી હોય શકે. આ સંભાવના એટલે નથી નકારી શકાય તેમ કારણ કે સ્વામી વિવેકાનંદની મુર્તીના પગ પાસેનો ભાગ રીત સર અંદરથી લોખંડમાં સડો લાગી ગયો હોય તેમ જોઈ શકાય છે.

સામાન્ય રીતે આટલું મોટું સ્ટેચ્યુ હોય ત્યારે તેની જાળવણી પણ કરવામાં આવતી હોય છે. સાથે જ સમયાંતરે સ્ટેચ્યુની ચકાસણી કરી રખરખાવ પણ કરવામાં આવતો હોય છે. પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં આવું કશું થયું હોય તેમ પ્રાથમિક તબક્કે જણાતું નથી. છતાં પણ કદાચ રખરખાવ અને ચકાસણી માટે ચૂકવણા થયા હોય તો જવાબદારો સામે બેદરકારી બદલ કાર્યવાહી કરવી જોઈએ તેવું લોકો કહી રહ્યાં છે.
વધુ વાંચો- વિડીયો – શિંદે જૂથના ધારાસભ્યોને ખુશીનો પાસ નથી ટેબલ પર ચઢી નાચ્યા