રાજકોટ પોલીસના ASI હિતેન્દ્રસિંહની ફેસબુક પોસ્ટે મચાવ્યો ખળભળાટ
રાજકોટ : પોલીસનું કામ કાયદાનું પાલન કરાવવાનું અને નહીં પાલન કરનારને ન્યાયતંત્ર સમક્ષ કાર્યવાહી માટે રજૂ કરવાનો છે. એ જ પ્રકારે રાજનેતાઓનું કામ પણ પ્રજાના પ્રતિનિધી બની પ્રજા માટે નિર્ણયો કરી પ્રજાની સેવા કરવાનું છે. પરંતુ રાજનેતાઓ પોલીસ પર હાવી થયો હોય તેવા કેટલાય કિસ્સા મળી રહે તેમ છે. આવો વધુ એક કિસ્સો રાજકોટમા એ.એસ.આઈ. હિતેન્દ્રસિંહ ઝાલા દ્વારા સોશિયલ મીડિયા પોસ્ટ કરતા રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો.
રાજકોટ પોલીસ (Rajkot Police)માં ફરજ બજવતા હિતેન્દ્રસિંહ ઝાલાએ સોશિયલ મીડિયા પોસ્ટ (ASI Hitendrasinh Posted in Facebook)માં લખ્યું કે, “આજ એક નેતા ને તેની અસલિયત કહી તો મને બદલી ની ધમકી આપી કે એવી જગ્યાએ બદલી કરીશ કે પાણી નહીં મલે એ મને 4 વરસથી હેરાન કરે છે વગર વાંકે મારી બદલી એ કરાવે છે જ્યારે એ નો ઈતિહાસ વિવાદો થી ખરડાયેલો છે છતાં મને ધમકીઓ આપે છે પણ મારી તયારી છે. જુ કે ગયા નહિ મેં સાલા મારો વાંક એટલો જ હતો કે તેના બનેવી ને જુગાર ની રેડ કરી હતી પણ મને કોર્ટ પર પૂરો વિશ્વાસ છે કે કેમ કે હું લડીસ જુકિસ નહિ અન્યાય સામે શુભ રાત્રી.”

ઉલ્લેખનીય છે કે ASI હિતેન્દ્રસિંહ ઝાલાની પોસ્ટ હાલ તેઓએ ફેસબુક પરથી હટાવી દીધી છે. પરંતુ શહેરમાં આ પોસ્ટને લઈ વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે. જેમાં કેટલાક નેતાઓ નામનો પણ ગણગણાટ સાંભળવા મળી રહ્યો છે. મહત્વની વાત છે કે હિતેન્દ્રસિંહ ઝાલાએ કોઈ રાજકારણીના સ્પષ્ટતા પોસ્ટમાં કરી ન હતી. પરંતુ હાલ રાજકોટના રાજકારણમાં આ મામલે ગરમાવો જોવા મળી રહ્યો છે.