વેરાવળમા સિંધી સમાજ દ્વારા બીજની અનોખી ઉજવણીની શરૂઆત કરાઈ
પરાગ સંગતાણી, વેરાવળ : સમગ્ર વિશ્વમાં સિન્ધી સમાજના ઇષ્ટદેવ ઝુલેલાલ સાહેબની પૂજા અર્ચના માટે દર માસની બીજના દિવસે સિન્ધી સમાજના સભ્યો છૂટા છવાયા દરિયાદેવ દેવની પૂજા અર્ચના કરવા જતા હોય છે.
જેમાં વેરાવળ (Veraval)માં ગત માસથી સમસ્ત સિન્ધી સમાજ (Sindhi Samaj Veraval)ના લોકો એક સાથે મળીને દરિયાદેવની પૂજા ( પલ્લવ ) તેમજ ગુરુનાનક દેવજીની અરદાસની શરૂઆત કરી સિન્ધી સમાજની એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તેમજ વધુમાં વધુ લોકોને આ બીજની ઉજવણીમાં જોડાવવા દર બીજના દિવસે સવારે ૮:૩૦ કલાકે ઝુલેલાલ વાડી, એસ ટી રોડ ખાતે એકઠા થવા સિંધી સમાજની સેવાભાવી સંસ્થાઓ દ્વારા અનુરોધ કરાયો છે.